સુરત : કરંજના ધારાસભ્યના પુત્રવધુની કારની ટક્કરે વોચમેનને ઇજા, સારવાર અર્થે ખસેડાયો
સુરત શહેરમાં ધારાસભ્યના પુત્રવધુ દ્વારા કાર હંકારતા
સમયે એક વોચમેન અડફેટે લેતા તેને શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી, ત્યારે વોચમેનને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
હતો.
મળતી માહિતી અનુસાર, સુરતના કરંજના
ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીના પુત્રવધુ હોન્ડા જાઝ કાર લઈને જઈ રહ્યા હતા, તે દરમ્યાન એક ખાનગી કંપનીના વોચમેનને તેઓએ અડફેટમાં લીધો હતો. જેના કારણે વોચમેનને શરીરે નાની મોટી ઇજા પહોચતા તેને તાત્કાલિક સારવાર
અર્થે શહેરની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવની જાણ પ્રવીણ ઘોઘારીના પુત્રને થતાં તેઓ
પણ તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ તો ધારાસભ્ય પ્રવીણ
ઘોઘારીના પુત્રવધૂએ કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું
પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.