રાહુલ ગાંધી માનહાનિ કેસ:સુરત સેશન્સ કોર્ટે અરજી ફગાવતાં રાહુલની બે વર્ષની સજા યથાવત્ રહેશે

રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી તેમજ તેમનું સંસદપદ પણ રદ કરવામાં આવ્યું છે.

Update: 2023-04-20 07:13 GMT

રાહુલ ગાંધી માનહાનિ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા 'મોદી' અટકને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એની સામે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ કરાયો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી તેમજ તેમનું સંસદપદ પણ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે એને મોકૂફ રાખવા માટે અપીલ કરાઈ હતી. એ અપીલમાં આજે ચુકાદો આવ્યો છે. એડિશનલ સેશન્સ કોર્ટના જજે કહ્યું હતું કે ‘સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ ડિસમિસ’, જ્યારે બચાવપક્ષના વકીલે કહ્યું હતું કે હવે અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું.

Tags:    

Similar News