સુરત : એર એશિયાની દિલ્હી, કોલકાતા બેંગ્લુરુની ફ્લાઇટ શરૂ, સી.આર.પાટીલના હસ્તે પ્રથમ મુસાફરને ટિકિટ અર્પણ કરાય

સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી.

Update: 2023-03-03 09:57 GMT

સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી.

Full View

સુરત એરપોર્ટ પર શુક્રવારથી ફ્લાઇટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં એર એશિયા દિલ્હી, બેંગ્લુરૂ અને કોલકાતા માટે સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ફ્લાઇટ ચેન્જ કર્યા વિના લખનૌ, ચેન્નાઇ અને જ્યપુરની કનેક્ટિવિટી મળશે. આ વન-વે ફ્લાઇટ હશે, અને વાયા દિલ્હી સંચાલિત થશે. આ સાથે જ સુરત એરપોર્ટ પર કુલ 15 શિડ્યુલ ફ્લાઇટ થઇ જશે. જેમાં વેન્ચુરાની 4 નોનશિડ્યુલ ફ્લાઇટ ઉમેરીએ તો રોજની 19 ફ્લાઇટ થશે. જેથી શિડ્યુલ અને નોન શિડ્યુલ મળીને રોજ કુલ 38 ફ્લાઇટની ‌અવરજવર થશે, ત્યારે સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સુરત એરપોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News