સુરત : હીરાનું વધશે "હીર", કટ અને પોલિશ્ડ હીરા પરની ડયુટીમાં 5 ટકાનો ઘટાડો

ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બજેટમાં મળી મોટી રાહત, કોરોનાની મહામારીની ઇન્ડસ્ટ્રીઝ પર થઇ હતી અસર

Update: 2022-02-01 10:28 GMT

કેન્દ્ર સરકારે રજુ કરેલાં વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને 5% કરી દેવામાં આવતાં હીરા ઉદ્યોગકારોમાં નવી આશાનો સંચાર થયો છે.

સુરત શહેર હીરા અને ટેકસટાઇલ ઉદ્યોગ માટે વિશ્વભરમાં નામના ધરાવે છે. કોરોનાની વેશ્વિક મહામારીના કારણે બંને ઉદ્યોગો પર વિપરીત અસર પડી હતી.ડાયમંડ ઉદ્યોગમાં રફ અને પોલિશ્ડ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલવામાં આવતી હતી. તેના કારણે ડાયમંડ ઉધોગને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. હીરા ઉદ્યોગકારોએ રફ અને પોલિશ્ડ હીરા પર લાગતી ડયુટી ઘટાડીને 2.5 ટકા કરવાની માંગણી કરી હતી પણ સરકારે ડયુટી ઘટાડીને 5 ટકા કરી આપી છે. સરકારના આ પગલાંથી હીરા ઉદ્યોગની ચમક વધશે તેમ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું છે.

સુરતના હીરા ઉદ્યોગકારોને બજેટમાં ડયુટીમાં રાહત આપવામાં આવી છે પણ ટેકસટાઇલ તથા અન્ય ક્ષેત્રની માંગણીઓ બજેટમાં સ્વીકારવામાં આવી નથી. સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બજેટમાં ટેકસટાઇલ ઉદ્યોગને કોઇ ફાયદો થતો જણાય રહયો નથી. આખા બજેટની વાત કરવામાં આવે તો બજેટની અમુક જોગવાઇઓ આવકારદાયક છે.

Tags:    

Similar News