સુરેન્દ્રનગર: બિન સચિવાલયની ભરતી પરીક્ષા દરમિયાન હોબાળો

Update: 2019-11-17 13:19 GMT

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ કેન્દ્રો ઉપર આજે લેવાનારી બિન સચિવાલયમાં

સ્ટાફની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં એમ.પી.શાહ કોલેજ ખાતેના

કેન્દ્રમાં પેપરોના સીલ તુટેલા હોવાના આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો

હતો. સુરેન્દ્રનગર  શહેરની એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતેના કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા

ખંડની બહાર બેસીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવા માંગ કરી

હતી. તેમનો આક્ષેપ છે કે, પરીક્ષા માટે આવેલા પેપરોના સીલ તુટેલા હતાં જેથી પેપર ફુટી ગયાંની આશંકા છે.

મામલો વણસી જતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. જિલ્લા કલેકટરે પણ ઘટનાની તપાસ કરવાની

ખાતરી આપી છે.  100 થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરી આ પરીક્ષા રદ કરવા કરી માંગ સાથે

ઉગ્ર રજૂઆતો કરી હતી. આ મુદ્દે તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર વિદ્યાર્થીઓ

સહિત સૌની મીટ મંડાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ભરતી પરીક્ષા અચાનક રદ કરી દેવાના મુદે પણ

હોબાળો મચી ગયો હતો.

Tags:    

Similar News