કોરોના વાયરસની મહામારી સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિમાં કુંડળધામ દ્વારા સ્વૈચ્છિક દાન

Update: 2020-03-27 12:40 GMT

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના સ્વામી પ.પૂ. સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા રૂા.૨૫ લાખના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને અર્પણ કરાયો.

નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. ધંધા-રોજગાર બંધ કરીને લોકોને ઘરમાં રહેવાની આગ્રહભરી વિનંતી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. આવા સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિકા અદા કરવા માટે નમ્ર ભાવે મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન આપવા માટે અનુરોધ કર્યો છે.

આ ઉમદા અભિગમને આવકારી રાજય સરકારના માધ્યમથી ગુજરાતના નાગરિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહતનિધિમાં આજે શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના સ્વામી પ.પૂ. સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા રૂા.૨૫ લાખના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને અર્પણ કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસની મહામારી સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિમાં સ્વૈચ્છિક રીતે દાન કરી રહેલા નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓને વંદન

Similar News