તાપી : હોડી મારફતે થતી સાગી લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, વન વિભાગે રૂ. 1.20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Update: 2021-02-18 13:04 GMT

તાપી જિલ્લાના વ્યારા વન વિભાગે સોનગઢથી પસાર થતી તાપી નદીના રસ્તે લાકડાની થતી હેરાફેરી ઝડપી પાડી હતી. જેમાં કુલ કિંમત રૂપિયા 1.20 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાપી જિલ્લાના ખેરવાડા રેંજમાં લાકડા ચોરો દ્વારા રાત્રીના સમયમાં તાપી નદી કિનારાના ગામોમાંથી સાગી લાકડાની હેરાફેરી થતી હોવાની બાતમી ખેરવાડા રેંજના મહિલા રેંજ ફોરેસ્ટરને મળી હતી, ત્યારે વન વિભાગ દ્વારા રાત્રીના સમયે તાપી નદીના કિનારે વોચ ગોઠવામાં આવી હતી. જેમાં રાત્રીના સમયમાં નદી કિનારાના ગામોમાંથી હોડી મારફતે તાપી નદીના સામે પારના ગામે લઇ જવાતા સાગી લાકડાની સાઈઝ સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી હતી. જોકે, આરોપીની વધુ પૂછપરછ કરતા શેરડીના ખેતર અને મકાનમાં સંતાડેલો સાગી લાકડાંની સાઈઝનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વન વિભાગ દ્વારા એક નાવડી સહિત કુલ કિંમત રૂપિયા 1.20 લાખના સાગી લાકડાનો જથ્થો જપ્ત કરી એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

Tags:    

Similar News