LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો, વાંચો સિલિન્ડર કેટલા રૂપિયા થયું સસ્તું

આજે દેશમાં LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને સારા સમાચાર મળ્યા છે અને તેની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

Update: 2022-07-01 04:55 GMT

આજે દેશમાં LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને સારા સમાચાર મળ્યા છે અને તેની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે IOC ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયા સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.19 કિલોનું સિલિન્ડર 198 રૂપિયા પ્રતિ સસ્તું થવાનો લાભ જનતાને મળશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 19 કિલોનો LPG સિલિન્ડર 198 રૂપિયા સુધી સસ્તો થયો છે. જેમાં મુંબઈમાં તેની કિંમતમાં 190.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોલકાતામાં તેની કિંમત 182 રૂપિયા સસ્તી થઈ છે જ્યારે ચેન્નાઈમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 187 રૂપિયા સસ્તો થયો છે. ઘરેલું LPG સિલિન્ડર એટલે કે 14.2 કિલોનું સિલિન્ડર ન તો સસ્તું થયું છે કે ન તો મોંઘું થયું છે. તે હજુ પણ 19 મેના દરે ઉપલબ્ધ છે અને તેના ગ્રાહકોને કોઈ રાહત મળી નથી.

Tags:    

Similar News