હવે વૉટ્સઍપ દ્વારા પણ બૂક કરી શકશો વેક્સિનેશન સ્લૉટ, જાણી લો સરળ રીત

Update: 2021-08-24 07:24 GMT

તમારે કોવિન એપ કે આરોગ્ય સેતુ ઍપથી સ્લોટ બૂક કરાવવાની જરૂર નહી પડે. સ્વાસ્થ્ય મંત્રાલય અને MyGovના કહ્યાં અનુસાર, વૉટ્સઍપ પર માય ગોવ કોરોના હેલ્પ ડેસ્ક હવે યુઝર્સ માટે સરળ પ્રક્રિયા લઇને આવ્યું છે. તેના માટે નંબર પણ આપવામાં આવ્યા છે.

MyGovIndiaના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી એક ટ્વિટ અનુસાર, હવે તમે વૉટ્સઍપથી પણ રસીનો સ્લોટ બૂક કરાવી શકશો. તેના માટે તમારે MyGovIndia કોરોના હેલ્પ ડેસ્ક પર બૂક સ્લોટ લખીને મોકલવાનું રહેશે. જે બાદ OTP વેરિફીકેશન અને કેટલાક અન્ય સ્ટેપ ફોલો કરવાના રહેશે. MyGovના CEOએ કહ્યું કે, MyGov કોરોના હેલ્પડેસ્ક હવે વેક્સિન બૂકિંગમાં પણ મદદ કરી રહ્યું છે. સાથે જ રસીકરણ કેન્દ્ર અને સ્લોટ પણ શોધી રહ્યું છે.

તે સિવાય રસીકરણનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી રહ્યું છે. મોટાભાગના લોકોને વૉટ્સઍપ પર નેવિગેટ કરવું આસાન લાગે છે માટે હવે વૉટ્સઍપથી પણ રસીનો સ્લોટ બૂક કરી શકાશે. કોન્ટેક્ટ લિસ્ટમાં MyGovIndia કોરોના હેલ્પડેસ્ક નંબર 9013151515ને સેવ કરી લો.

  • વૉટ્સઍપ પર આ નંબર પર 'Book Slot' લખીને મોકલો.
  • SMSના માધ્યમથી તમને OTP આપવામાં આવશે.
  • વૉટ્સઍપના માધ્યમથી તારીખ, સ્થળ અને આધાર પિન કોડ કે વેક્સિનનો પ્રકાર જેવી માહીતી ફીલ કરી દો.
  • સ્લોટ પ્રાપ્ત થઇ જાય ત્યારે જઇને વેક્સિન લઇ આવો.

આ રીતે સર્ટીફિકેટ કરો ડાઉનલોડ

  • પહેલા આ નંબર 9013151515ને સેવ કરી લો
  • વૉટ્સઍપ પર કોવિડ સર્ટીફીકેટ ટાઇપ કરીને મોકલો
  • ઓટીપી નાંખો
  • પ્રમાણપત્ર આવી જશે જેને ડાઉનલોડ કરી દો
Tags:    

Similar News