શું હવે ઇન્સ્ટા-ફેશબુકના વપરાશ માટે ચૂકવવા પડશે રૂપિયા? મેટાએ શરૂ કરી પેઇડ સર્વિસ...

ફેશબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાએ પોતાના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેશબુક અને ઇન્સ્ટાગ્રામને પેઇડ બેઝડ કરવાનો નિર્ણય કર્યો છે.

Update: 2023-09-02 10:03 GMT

ફેશબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મેટાએ પોતાના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેશબુક અને ઇન્સ્ટાગ્રામને પેઇડ બેઝડ કરવાનો નિર્ણય કર્યો છે. હવે યુઝર્સ ને આ બંને માટે રૂપિયા ચૂકવવા પડશે. મળતી માહિતી અનુસાર આ નિર્ણય યુરોપ માટે લેવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન તરફથી જાહેરાત અને પ્રાઈવસીને લઈને સતત કરવામાં આવી રહેલા દબાણ વચ્ચે મેટાએ આ નિર્ણય લીધો છે, યુરોપીયન યુનાઈટેડ દેશો માટે ફેશબુક અને ઇન્સ્ટાગ્રામની બે સર્વિસ હશે જેમાં એક ફ્રી હશે અને બીજીમાં પૈસા ચૂકવવા પડશે. જે યુઝર્સ આ બંને ની સર્વિસ લેશે તેને બંને મીડિયામાં જાહેરાતો દેખાડવામાં નહીં આવે. અને જે યુઝર્સ ફ્રી વર્ઝનનો ઉપયોગ કરશે તેને પહેલાની જેમ જાહેરાત દેખાડવામાં આવશે. મેટાએ આ અંગે કોઈ સતાવાર નિવેદન જારી કર્યું નથી. હાલ મેટાએ એ જાહેર નથી કર્યું કે પેઇડ વર્ઝન માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. વર્ષ 2019થી મેટા યુરોપીયન યુનાઈટેડની તપાસનો સામનો કરી રહી છે. લાંબા સમયથી મેટા પર યુઝર્સનો ડેટા તેમની પરવાનગી વિના ડેટા કલેકટ કરવાનો આરોપ છે.         

Tags:    

Similar News