હવે તમે તમારું ટ્વીટ એડિટ કરી શકશો, જાણો કઈ રીતે

હવે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા પછી તેને એડિટ કરી શકશો. માટે ટ્વીટરે આજથી એડિટ બટન શરૂ કરી દીધું છે.

Update: 2022-09-01 15:14 GMT

ટ્વીટરને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામની જેમ ટ્વીટ કર્યા પછી તેને એડિટ કરી શકશો. માટે ટ્વીટરે આજથી એડિટ બટન શરૂ કરી દીધું છે. જોકે, શરૂઆતમાં માત્ર વેરિફાઈડ એકાઉન્ટને જ સુવિધા મળશે. યુઝર્સ ઘણા સમયથી ટ્વીટને એડિટ કરવાની માંગ કરી રહ્યા હતા. ટેસ્લાના સીઈઓએ પોતે પણ ટ્વીટ કરીને એડિટ બટન શરૂ કરવાની માંગ કરી હતી.


ટ્વીટ કર્યા પછી, યુઝર્સ આગામી અડધા કલાકમાં તેને એડિટ કરી શકશે. ટ્વીટરે હાલમાં તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. ટ્વીટરે ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે તમારા એકાઉન્ટ પર એડિટ બટન જુઓ છો, તો તે ટેસ્ટિંગ માટે થઈ રહ્યું છે. સમાચાર એ પણ છે કે શરૂઆતમાં ફક્ત તે લોકોને જ આ સુવિધા મળશે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે.

તમને જણાવી દઈએ કે ટ્વિટર પાસે 320 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. ટ્વીટર યુઝર્સ ઘણા સમયથી એડિટ બટનની માંગ કરી રહ્યા હતા. જો કે એવું પણ બની શકે છે કે આગામી એક-બે દિવસમાં તમને એડિટનો વિકલ્પ દેખાવા લાગશે.

Tags:    

Similar News