વોટ્સએપથી પેમેન્ટ કરવું થયું છે આસાન, ચેટ બોક્સમાં આવ્યું સિમ્બોલ, જાણો માહિતી

Update: 2021-10-02 09:40 GMT

ઇંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા હવે પેમેન્ટ કરવું આસાન થઇ ગયું છે. કંપનીએ ગુરુવારે ભારતીય યૂઝર્સ માટે પોતાના ચેટ કમ્પોઝરમાં ₹ સિમ્બોલ પેશ કર્યો છે. કંપનીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ 2021માં આ જાહેરાત કરી છે. કંપનીએ એ પણ જાહેરાત કરી કે કમ્પોઝરમાં કેમેરા આઈકન હવે ભારતમાં 2 કરોડથી વધારે સ્ટોર્સ પર પેમેન્ટ કરવા માટે કોઇપણ ક્યૂઆર કોડને સ્કેન કરી શકે છે.

ફેસબુકના સ્વામિત્વ વાળી વોટ્સએપે ગત વર્ષે નવેમ્બરમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યૂપીઆઈ (UPI)સર્વિસને ફેઝ વાઇઝ લાઇવ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે (NPCI)થી મંજૂરી મળી હતી.

આ બે અપડેટ પછી વોટ્સએપ પર પેમેન્ટ કરવું આસાન થઇ ગયું છે કારણ કે યૂઝર્સ હવે ચેટ કમ્પોઝરની અંદર બે આઈકોનિકે સિમ્બોલનો ઉપયોગ કરીને પૈસા મોકલી શકે છે. ₹ રૂપિયાનું સિમ્બોલ શરૂ થઇ ગયું છે અને જલ્દી આખા ભારતમાં યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.

યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ/યૂપીઆઈ એક રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ એપના માધ્યમથી બેંક એકાઉન્ટમાં પૈસા તાત્કાલિક ટ્રાન્સફર કરી શકે છે. યૂપીઆઈના માધ્યમથી તમે એક બેંક એકાઉન્ટને ઘણી યૂપીઆઈ એપથી લિંક કરી શકો છો. અનેક બેંક એકાઉન્ટને એક યૂપીઆઈ દ્વારા એપ દ્વારા સંચાલિત કરી શકો છો.

Tags:    

Similar News