Twitter Blue : ટ્વિટર પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ ભારતમાં શરૂ, બ્લુ ટિક માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે

માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે.

Update: 2023-02-10 06:36 GMT

માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે. ભારતમાં મોબાઈલ યુઝર્સને બ્લુ ટિક મેળવવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કંપનીએ 650 રૂપિયામાં સૌથી ઓછી કિંમતનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન બહાર પાડ્યો છે. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે જ ટ્વિટર બ્લુને નવા સ્વરૂપમાં રજૂ કર્યું હતું. તે અગાઉ યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

કંપનીએ હવે ભારતમાં પણ તેની પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતીય યુઝર્સને ટ્વિટર બ્લુના તમામ ખાસ ફીચર્સનો લાભ પણ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, મોબાઇલ એટલે કે એન્ડ્રોઇડ અને iOS બંને માટે ટ્વિટર બ્લુ માટે દર મહિને 900 રૂપિયા અને વેબ યુઝર્સે 650 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે કંપનીના માલિક એલોન મસ્કે કંપનીને ખરીદ્યાના થોડા દિવસો બાદ જ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ લાવવાની જાહેરાત કરી હતી. ભારે ટીકાઓ બાદ પણ આ સેવા શરૂ કરવામાં આવી હતી.

કંપનીના જણાવ્યા અનુસાર, પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા વપરાશકર્તાઓને એડિટ ટ્વીટ બટન, 1080p વિડિયો અપલોડ, રીડર મોડ અને બ્લુ ટિકની સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે કંપનીએ તેની જૂની વેરિફિકેશન પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જૂના બ્લુ ટિક એકાઉન્ટ ધારકોને તેમની બ્લુ ટિક જાળવી રાખવા માટે થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપવામાં આવશે. એટલે કે, તેમણે તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક જાળવવા માટે થોડા સમય પછી સબસ્ક્રિપ્શન પણ લેવું પડશે.

Tags:    

Similar News