WhatsApp એ દેશના 500 ગામને લીધા દત્તક, જાણો શું છે તેનું કારણ ?

કંપનીએ કહ્યું કે તેનો પાયલોટ પ્રોગ્રામ ડિજિટલ પેમેન્ટ ઉત્સવ કર્ણાટક અને મહારાષ્ટ્રના 500 ગામોને આવરી લેશે.

Update: 2021-12-16 06:11 GMT

વોટ્સએપે તેના પાયલોટ પ્રોગ્રામ હેઠળ મહારાષ્ટ્ર અને કર્ણાટકના 500 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે બુધવારે જાહેરાત કરી હતી કે તે ગ્રામીણ સ્માર્ટફોન વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં રજૂ કરવા માટે પહેલ કરશે. કંપનીએ કહ્યું કે તેનો પાયલોટ પ્રોગ્રામ ડિજિટલ પેમેન્ટ ઉત્સવ કર્ણાટક અને મહારાષ્ટ્રના 500 ગામોને આવરી લેશે.મેસેજિંગ એપ વોટ્સએપનો ઉદ્દેશ્ય દત્તક લીધેલા ગામોમાં વપરાશકર્તાઓને વોટ્સએપ પે દ્વારા ડિજિટલ પેમેન્ટનો ઍક્સેસ પ્રદાન કરવાનો છે. ભારતમાં મેટા (Meta)ની આ વાર્ષિક ઈવેન્ટ તેની એપ્સ દ્વારા સામાજિક-આર્થિક પરિવર્તન અને સમાજ પર તેની સકારાત્મક અસર દર્શાવે છે. વોટ્સએપ કંપનીનું કહેવું છે કે આ પ્રોગ્રામનો હેતુ ગ્રાઉન્ડ લેવલ પર ડિજીટલ પેમેન્ટ સિસ્ટમમાં વ્યવહારુ ફેરફારો લાવવાનો છે. ભારતના WhatsApp હેડ અભિજિત બોઝે કહ્યું, અમે WhatsApp દ્વારા નાણાકીય વ્યવહારને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પાયલોટ પ્રોગ્રામમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના 500 ગામોને આવરી લીધા છે. અમારું લક્ષ્ય આગામી 50 કરોડ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને જોડવાનું છે.

Tags:    

Similar News