વાહ...હવે પૈસા કઢાવવા માટે બેંક કે ATM જવાની કોઈ જરૂર નહી?

જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે.

Update: 2024-04-11 05:57 GMT

જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે. ચોંકી ગયા? આ એક એવી સર્વિસ છે જેની મદદથી કેશ તમને ઘરે બેઠા મળી શકે છે. એ પણ એટીએમ કે બેંકમાં ગયા વગર. સાંભળવામાં ભલે તમને આ વિચિત્ર લાગતું હોય પરંતુ આધાર એટીએમની મદદથી આ શક્ય છે. પોસ્ટમેન તમારા ઘર સુધી કેશ પહોંચાડી દેશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તમે બેંક કે એટીએમમાં ગયા વગર કેશ કઢાવી શકો છો. આધાર એટીએમ શું છે અને કેવી રીતે ઘરે બેઠા કેશ કાઢી શકાય? ખાસ સમજો.

શું છે આ આધાર એટીએમ?

આધાર એટીએમ એક એવી સુવિધા છે જે તમને ઘરે બેઠા કેશ કાઢવાની સુવિધા આપે છે. આધાર એટીએમ સર્વિસનો અર્થ છે આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સર્વિસ (AePS). આ પેમેન્ટ સર્વિસનો મતલબ એ છે કે ઘરે બેઠા કેશ કાઢવાની સુવિધા. AePS નો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા તમારા બેંક ખાતાને આધાર નંબર સાથે લિંક કરવો પડશે. આ આધાર એટીએમ સર્વિસની મદદથી ખાતાધારક કે બાયોમેટ્રિકનો ઉપયોગ કરીને બેંકિંગ સેવા આપવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે આધાર એટીએમ સેવા

આધાર સાથે લિંક બેંક ખાતાઓના ગ્રાહકોની બાયોમેટ્રિક માહિતીના આધારે ગ્રાહકોને બેઝિક બેંકિંગ સુવિધાઓ જેમ કે કેશ વિથડ્રોઅલ, બેલેન્સ ઈન્ક્વાયરી, મિની સ્ટેટમેન્ટ જેવી સુવિધાઓ ઘરે બેઠા મળી શકે છે. એટલું જ નહીં આ સેવાની મદદથી તમે આધાર ટુ આધાર ફંડ ટ્રાન્સફર પણ કરી શકો છો. જો તમે એક આધાર નંબરથી અનેક બેંક ખાતાને લિંક કરી રાખ્યા હશે તો ટ્રાન્ઝેક્શન સમયે તમારે જે ખાતામાંથી પૈસા ઉપાડવા હોય તે બેંક ખાતું પસંદ કરવાનું રહેશે. આ સેવા દ્વારા તમે 10,000 રૂપિયા સુધીના કેશ ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

શું ચાર્જ લાગે

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા કેશ ઘરે મંગાવો તો તમારે કોઈ ચાર્જ ભરવાનો રહેતો નથી પરંતુ ડોર સ્ટેપ સર્વિસ માટે બેંક તમને ચાર્જ કરશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે....

- IPPB ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.

- ત્યાં જઈને ડોર સ્ટેપ ઓપ્શન પસંદ કરો, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, એડ્રસ, પીન કોડ જેવી વિગતો ભરો.

- જ્યાં તમારું ખાતું હોય તે બેંકનું નામ લખો.

- I Agree પર ક્લિક કરીને સબમિટ કરો. થોડીવારમાં પોસ્ટમેન તમારા ઘરે કેશ લઈને આવશે.

Tags:    

Similar News