આજે ઉત્તરાયણ ઉપરાંત દેશના સેનાનીઓને બિરદાવવાનો દિવસ: ભારતીય સશસ્ત્ર દળ વેટરન્સ ડે

Update: 2021-01-14 07:48 GMT

આજે દેશભરમાં મકરસંક્રાંતિ સિવાય ભારતીય સશસ્ત્ર દળ વેટરન્સ ડે પણ મનાવવામાં આવી રહ્યો છે. 'ભારતીય સશસ્ત્ર દળ વેટરન્સ ડે' દર વર્ષે 14 મી જાન્યુઆરીએ ભારતીય સેનાના દિગ્ગજો દ્વારા આપવામાં આવતી સેવાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે આજે ભારતીય સેના દ્વારા આ વર્ષ સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. કારણ કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની આજે 50 મી વર્ષગાંઠ છે. 

આ પ્રસંગે આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ કહ્યું કે, ગત વર્ષ રાષ્ટ્ર અને સશસ્ત્ર સૈન્ય માટે ખૂબ પડકારજનક રહ્યું હતું. તેમણે કહ્યું, સશસ્ત્ર દળો ઉત્સાહપૂર્વક ઉત્તરી સરહદો પર રહીને દેશની રક્ષા કરી રહ્યા હતા તો સાથે જ દેશ્માં ફેલાયેલી કોરોના મહામારી સાથે પણ અસરકારક રીતે લડતા હતા. આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ ગૌરવ વ્યક્ત કર્યું કે આ કામગીરી હાથ ધરવામાં સેનાને આવા સાહસિક સેનાનીઓનો ટેકો છે.

આર્મી ચીફે કહ્યું કે, આ વર્ષ 1971ના યુદ્ધની જીત નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ પર્વ નિમિતે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Tags:    

Similar News