ભારતની નજીક આવેલા એવા 4 દેશો, જ્યાં તમે ઓછા બજેટમાં પણ ફરી શકશો, તો આજે જ બનાવો દિવાળી પર ફરવા જવાનો પ્લાન......

દિવાળી આવે એટલે એક સારું વેકેશન મળે અને ફરવા જવાની મજા પડે.

Update: 2023-11-05 07:15 GMT

દિવાળી આવે એટલે એક સારું વેકેશન મળે અને ફરવા જવાની મજા પડે.એટલા માટે આજે અમે તમારા માટે એવા પ્લેસ લઈને આવ્યા છીએ જે ભારતની એકદમ નજીક જ છે અને બજેટ ફ્રેન્ડલી પણ છે. જ્યાં વ્યકતીદીઠ એક લાખ રૂપિયામાં તમે ફરી શકો છો. સાથે બીજો એક ફાયદો પણ છે કે આ દેશો એવા છે જ્યાં વિઝાની પણ જરૂર પડતી નથી.

1. ભૂટાન

સમગ્ર એશિયામાં સૌથી સુખી દેશ તરીકે જાણીતો ભૂટાન ભારત અને ચીન વચ્ચે આવેલો છે. હિમાલયની ગોદમાં વસતો આ મનમોહક દેશ તેના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતો છે. અહી તમે હેન્ગીંગ ટાઇગર્સ નેસ્ટ મઠ, પુનાખા ઝોંગ, થિમ્પુ, ફોબજીખા વેલી, બુમથાંગ વેલી, ડોચુલા પાસ, રિનપુંગ ઝોંગ, ભૂટાનનું નેશનલ મ્યુઝીયમ, હા વેલી, ચેલે લા પાસ વગેરે સ્થળોની મુલાકાત લઈ શકો છો.

2. વિયેતનામ

ઈતિહાસ, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્ય ધરાવતો દક્ષિણપૂર્વ એશિયાનો દેશ એટલે વિયેતનામ. એક તરફ હનોઈની ધમધમતી બજારો અને અને ઐતિહાસિક ગલીઓ તેમજ બીજી બાજુ હેલોંગની મનમોહક ખાડીઓ શાંતિ આપે છે. લીલા રંગના ડાંગરના ખેતરો, ડેલ્ટા, સુંદર બીચ અને ગાઢ જંગલમાં આચ્છાદિત પર્વતોથી શરૂ કરીને, વિયેતનામ વિશ્વભરના લોકો માટે એક આકર્ષક સ્થળ બનાવે છે. વિયેતનામનો સમૃદ્ધ વરસો અને અદ્ભુત લેન્ડસ્કેપ ટ્રીપને યાદગાર બનાવે છે.

3. શ્રીલંકા

રાવણની લંકા કહેવાતું શ્રીલંકા મૂળ તેના દરિયાકિનારા અને બેસ્ટ ફૂડ માટે જાણીતું છે. મનોહર લેન્ડસ્કેપિંગ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, ગ્રામીણ લાઈફસ્ટાઈલ ફોટોગ્રાફી માટે બેસ્ટ છે. આ જ્ગ્યા પર ફોટોગ્રાફી કરવા માટે પરમિટ લેવી જરૂરી છે.

4. નેપાળ

હિમાચલ અને જંગલોની વચ્ચે આવેલું નેપાળ વન્યજીવન અને આધ્યાત્મિક સંસ્કૃતિથી સમૃદ્ધ છે. જો તમે શાંત જગ્યાની શોધ કરતાં હોવ તો આ જ્ગ્યા તમારા માટે બેસ્ટ છે. એડવેન્ચર લવાર પણ અહીની સુંદર મજાની પહાડીઓ પર ટ્રેકિંગ કરી શકે છે. અહીં તમે કાઠમંડુ દરબાર સ્ક્વેર, બૌધનાથ સ્તૂપ, થમેલ, સારંગકોટ, પોખરા, કાઠમંડુ દરબાર સ્ક્વેર, ચિતવન નેશનલ પાર્ક, નારાયણી નદી, થારુ કલ્ચરલ હાઉસ, માયા દેવી મંદિર, લુમ્બિની મ્યુઝિયમ, મનકામના મંદિર, ચિતવન નેશનલ પાર્ક, હિલ પાર્ક, મણીમુકુંદ સેન પાર્ક વગેરે પ્લેસીસની મુલાકાત લઈ શકો છો.

Tags:    

Similar News