ઈન્ડીગોની 900 ફ્લાઈટ્સ અટવાઈ,ક્રૂ મેમ્બર્સ રજા પર ઉતરી જતાં સર્જાય પરિસ્થિતિ

રવિવારે એરલાઈન્સ કંપની IndiGoની ઘણી ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી. ક્રૂ મેમ્બર્સ ન આવતા ઘણી ફ્લાઈટ્સ ટાઈમસર ઉપડી શકી નહોતી

Update: 2022-07-03 12:04 GMT

રવિવારે એરલાઈન્સ કંપની IndiGoની ઘણી ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી. ક્રૂ મેમ્બર્સ ન આવતા ઘણી ફ્લાઈટ્સ ટાઈમસર ઉપડી શકી નહોતી આને કારણે પ્રવાસીઓને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ક્રૂ મેમ્બર્સ સામૂહિક રજા પર ઉતરી જતા ફ્લાઈટ્સ ખોરવાઈ હતી. આ ઘટના બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હરકતમાં આવ્યું હતું અને કંપની પાસેથી ખુલાસો માગ્યો હતો. સસ્તા ભાડામાં હવાઈ મુસાફરી કરાવતી ઈન્ડીગો દેશમાં દરરોજ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. આ ઘટનાને કારણે લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શનિવારે પણ ઈન્ડીગોની ઘણી ફ્લાઈટ્સ અટવાઈ હતી તે વખતે પણ ઘણો સ્ટાફ ડ્યુટી પર હાજર થયો નહોતો આને કરાણે ઘણી ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી નહોતી અને લાખો પ્રવાસીઓને હેરાન થવું પડ્યું હતું  

Tags:    

Similar News