ફ્લાઈટમાં હંગામાના બનાવમાં સતત વધારો, ઈન્ડિગો ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂકની ઘટના સામે આવી !

દેશમાં મોટાભાગે લોકો વિમાનની મુસાફરી સૌથી વધુ પસંદ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ફ્લાઈટમાં હંગામાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.

Update: 2023-01-09 08:05 GMT

દેશમાં મોટાભાગે લોકો વિમાનની મુસાફરી સૌથી વધુ પસંદ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ફ્લાઈટમાં હંગામાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ગો ફર્સ્ટ બાદ હવે ઈન્ડિગો ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂકની ઘટના સામે આવી છે. મુસાફરો પર દારૂના નશામાં એર હોસ્ટેસની છેડતી કરવાનો અને હંગામો મચાવતા ફ્લાઈટના કેપ્ટન સાથે મારપીટ કરવાનો આરોપ છે.જે ઇન્ડિગોની ફ્લાઈટમાં આ ઘટના બની તે દિલ્હીથી પટના આવી રહી હતી. આ ઘટના ગત રવિવારે રાત્રે બની હતી. આ કેસમાં એરપોર્ટ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશાની હાલતમાં મહિલા મુસાફરો પર પેશાબ ની ઘટના બાદ હવે ઈન્ડિગો ફ્લાઈટ માં નશામાં યાત્રીઓએ હંગામો મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસે CISFની મદદથી બે મુસાફરોની ધરપકડ કરી હતી. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો દિલ્હીથી પટના જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં ત્રણ યુવકોએ હંગામો મચાવ્યો હતો. ત્રણેય યુવકો નશામાં હતા. જ્યારે પ્લેન દિલ્હીથી ટેકઓફ થયું ત્યારે ત્રણેય યુવકો હંગામો મચાવ્યો હતો. પ્લેનના સહ-યાત્રીઓએ યુવકોને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેઓ માન્યા નહીં. આ યુવકોએ કેપ્ટન સાથે ગેરવર્તન કર્યું અને તેઓ તેટલાથી શાંત ન રહ્યા અને એર હોસ્ટેસની પણ છેડતી કરવા લાગ્યા. ફરિયાદ બાદ જ્યારે પ્લેન લેન્ડ થયું ત્યારે બે દારૂડિયા ઝડપાયા હતા. જ્યારે ત્રીજો ફરાર થઈ ગયો હતો. એર હોસ્ટેસ હંગામાને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેઓએ હંગામો પણ મચાવ્યો હતો અને ફ્લાઈટના કેપ્ટન પર પણ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણેય યુવાનો એ બિહાર સ્થિત સત્તાધારી પાર્ટી ના રાષ્ટ્રીય વડા સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો છે

Tags:    

Similar News