અમદાવાદથી અયોધ્યા સુધીની સીધી હવાઈ સેવાનો આજથી પ્રારંભ

Update: 2024-01-11 03:57 GMT

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે અગાઉ જ અમદાવાદથી અયોધ્યા સુધીની સીધી હવાઈ સેવાનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. મંગળ, ગુરૂ અને શનિવાર એમ અઠવાડિયાની ત્રણ દિવસની આ સીધી હવાઈ સેવા ઈન્ડિગો શરૂ કરી રહી છે. જો કે આ પહેલી ફ્લાઈટ થોડા સમય બાદ એટલે કે નવ વાગ્યેને દસ મિનિટે ટેકઓફ થશે. પરંતુ સીધી હવાઈ સેવા શરૂ થવાનો આનંદ અને પ્રથમ ફ્લાઈટમાં જ મુસાફરી કરવાનો જબરદસ્ત ઉત્સાહ યાત્રીઓમાં જોવા મળ્યો છે. કેટલાક યાત્રીઓ રામ,લક્ષ્મણ જાનકી અને બજરંગ બલીના પરિવેશમાં જોવા મળ્યા હતા. તો સાધુ સંતો પણ પ્રથમ ફ્લાઈટમાં સવાર થઈને અયોધ્યા પહોંચી રહ્યા છે.

અમદાવાદ અયોધ્યાની ફ્લાઈટ માટે પહેલા ભાડું 3999 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ હતું. જોકે મુસાફરોનો ધસારો હોવાના કારણે ફ્લાઈટનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં 13799 ભાડું ચૂકવવું પડશે. અમદાવાદ અયોધ્યા ની ફ્લાઈટ હાઉસફુલ જઈ રહી છે. વિદેશથી આવેલા લોકો પણ જ્ય શ્રી રામના નારા લગાવી રહ્યા છે.

દિલ્હી અને અયોધ્યા વચ્ચે 6 જાન્યુઆરીથી કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ થઈ હતી. દિલ્હીથી અયોધ્યા જવામાં 1.20 મિનિટનો સમય લાગશે. જો કે આ પછી 10 જાન્યુઆરીથી અયોધ્યા-દિલ્હી વચ્ચે નિયમિત ફ્લાઈટ શરૂ થશે.

10 જાન્યુઆરીથી ઈન્ડિગો એરલાઈન્સની સેવા રામ ભક્તોને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે. તાજેતરમાં 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. 11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ પણ શરૂ થશે.

Tags:    

Similar News