જો તમે શિયાળામાં ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લો...

કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, કારણ કે આ સમય દરમિયાન અહીં રણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

Update: 2023-11-24 13:29 GMT

બાળકોથી લઈને પુખ્તવયના બધા જ લોકો બાર ફરવા જવાનું વિચારતા હોય છે, તેમાય ખાસ કરીને શિયાળામાં અને તેમાય પરિવાર સાથે ફરવા જવાની ઘણી બધી જગ્યાઓ છે જે પરિવાર સાથે આનંદ માણવા માટેની આ બેસ્ટ જગ્યાઓ ખાસ કરીને હમણાં દિવાળીની રજાઓમાં લોકો બાર ફરવા માટે આ બધા સ્થળો પર લોકો ઉમટ્યા હતા. આ ભાગ દોડવાળા જીવનમાથી શાંતિનો અનુભવ કરવા માટે લોકો બાર ફરવા જવાનું વિચારતા હોય છે, તો ચાલો જાણીએ આ સ્થળો વિષે...

કચ્છનું રણ :-


કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, કારણ કે આ સમય દરમિયાન અહીં રણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં આવીને, રણનો સુંદર નજારો જોવાની સાથે, તમે રંગબેરંગી સંસ્કૃતિને જોવાનો અને વાનગીનો સ્વાદ પણ માણી શકો છો. તહેવાર દરમિયાન અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો આનંદ માણી શકે છે. અહીં આવીને તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો.

જેસલમેર (રાજસ્થાન) :-


જેસલમેર અથવા ગોલ્ડન સિટી થાર રણ પ્રદેશમાં આવેલું છે. અહીં ફરવા માટે શ્રેષ્ઠ મોસમ શિયાળો છે, ખાસ કરીને ડિસેમ્બર. આ સમય દરમિયાન, તમે અહીં આવી શકો છો અને રણ અને ઊંટ સફારીનો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત, જો તમે સાહસના શોખીન હોવ તો ક્વોડ બાઇકિંગ, ડ્યુન બેશિંગ, પેરાસેલિંગ અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે. જેસલમેરમાં પ્રવાસન સ્થળોની કોઈ કમી નથી. ઐતિહાસિક ઇમારતો અને મહેલો જોવા ઉપરાંત, ખરીદી અને ઠંડકનો અનુભવ ચૂકશો નહીં.

ગુલમર્ગ :-


 બદલાતી ઋતુઓ સાથે કાશ્મીરનો નજારો બદલાય છે. ઉનાળામાં ચારે બાજુ હરિયાળી દેખાય છે, જ્યારે શિયાળામાં કાશ્મીર બરફની ચાદરથી ઢંકાયેલું હોય છે. જો તમે હિમવર્ષા જોવા માંગો છો, તો આ યોજના શ્રેષ્ઠ રહેશે. બાળકોને પણ અહીં આવવાની મજા આવશે. અહીં આવીને તમે સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ જેવી સ્નો એક્ટિવિટીનો આનંદ માણી શકો છો અને જો તમે ટ્રેકિંગના શોખીન છો તો તેના માટે પણ એક વિકલ્પ છે.


 



Tags:    

Similar News