ગુજરાતમાં જ આવેલું છે મીની કાશ્મીર, વરસાદ પડતાં લોકોની ભીડ સમાતી નથી આ સ્થળ પર, જાણો ક્યાં આવેલું છે આ મીની કાશ્મીર......

ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે

Update: 2023-06-29 08:29 GMT

ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો.

ગુજરાતમાં આવેલું છે મીની કાશ્મીર. જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. પોલો ફોરેસ્ટ આ નામ આ સ્થળ હાલ ગુજરાતીઓ માટેનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું આ સ્થળ ચોમાસામાં પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. પોળોનું જંગલ સાંબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી દૂર અને અમદાવાદથી 160 કિમી દૂર છે. તથા રાજસ્થાનના ઉદયપુરથી 120 કિમી દૂર છે. અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ 8 દ્વારા પહોંચી શકાય છે. જાહેર પરિવહન ઉપલબ્ધ છે. જો કે આ માટે પહેલેથી તપાસ કરીને જવું. જંગલની બરાબર વચ્ચે થઈને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને કેટલાક નાના આડબંધ પણ બાંધવામાં આવેલા છે.

પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે. એટલું નહીં અહીં બાજુમાં જ રાજસ્થાન બોર્ડર આવેલી છે. તેથી છાટાં-પાણીના શોખીનો ફરવાના બહાને ત્યાં પણ આંટો મારતા આવે છે. એ પણ એક કારણ છેકે, ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતની બોર્ડર પર આવેલાં આ સ્થળે લોકો પલળવા માટે પહોંચી જાય છે.

કોણે આપી હતી મીની કાશ્મીરની ઉપમા?

પોળોનું જંગલ 300 ચોરસ કિલોમીટરની વિશાળ કંદરાઓમાં પથરાયેલું છે. હાલ સાબારકાંઠામાં મેઘરાજાના થયેલા આગમન બાદ સોળે કાળે આ વિસ્તાર ખીલી ઉઠયો છે. આખા જંગલમાં હરણાવ નદી પણ પ્રવાસીઓ માટે આકર્ષનું મુખ્ય કેન્દ્ર બની છે તો નાના ઝરણા અને જંગલમાંથી વહેતા નીર પક્ષીઓની કિલકારીઓ સાંભળીને લોકોને મિની કશ્મીરમાં આવ્યા હોવાની અનુભૂતી મહેસુસ થઈ રહી છે. સાબરકાંઠા જીલ્લામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશી એ તો પોતાની કવિતાઓમાં પણ પોળોના જંગલને મીની કાશ્મીર તરીકેની ઉપમા આપી છે.

આસપાસના જોવાલાયક સ્થળોઃ

આ સાથે તમને અભાપુરનું શક્તિમંદર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાના દેરા, સદેવંત સાવળિંગાના દેરા જેવા સ્થળો જોવા મળશે. ગુજરાત સરકાર દવારા પોળો ફેસ્ટિવલનું પણ આયોજન થાય છે.

ફોટોગ્રાફી માટે ફેવરિટ સ્પોટઃ

પોળોના જંગલોની વાત કરીએ તો ખાસ કરીને અહીં વીડિયોગ્રાફી, શુટિંગ, ફોટોગ્રાફી કે વનડે કે બે દિવસની પિકનિક માટે લોકો વધુ આવે છે. આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકી યુગના મંદિરો ચે. તથા વણજ ડેમ અને ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઈટ આવેલા છે. અહીં ઉમરાના વૃક્ષના મૂળમાંથી ગુપ્ત ગંગા એટલે કે પાણીનો સ્ત્રોત પણ વહે છે જે સૌને પોતાની તરફ આકર્ષિત કરે છે.

પોળોનો ઈતિહાસઃ

પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં આ સ્થળ કબજે કરાયું. 

Tags:    

Similar News