નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, ઓછા ખર્ચે દિવાળીની રજાઓનો કરી નાખો સદુપયોગ...

શિયાળામાં કચ્છના રણની સફર રેતી ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ દર નવેમ્બરના મહિનામાં રણ ઉત્સવ પણ ઉજ્વવામાં આવે છે.

Update: 2023-11-10 08:53 GMT

ફેસ્ટિવલ સિઝનની સાથે સાથે શિયલની પણ શરૂઆત થઈ ચૂકી છે. જો તમને ગુલાબી ઠંડી પસંદ હોય તો તેવામાં નવેમ્બરમાં ફરવા જવું બેસ્ટ ગણાય છે. આ મહિનામાં ઘણા પ્રકારના તહેવારો પણ આવે છે. જેના કારણે તમને સરેક જ્ગ્યાનું કલ્ચર પણ જોવા મળશે. આમ પણ આ મહિનામાં ઠંડી પણ વધુ હોતી નથી. તો ગુલાબી ઠંડીમાં ફરવા જવાની મજા જ કઈક અલગ હોય છે.

ભરતપુર – રાજસ્થાન

કેવલા દેવ નેશનલ પાર્ક કે જેને ભરતપુર બર્ડ સેન્ચ્યુરી પણ કહેવામા આવે છે. પક્ષી પ્રેમીઓ માટે આ પરફેકટ જગ્યા છે. અહીં પક્ષીઓની લગભગ 370 જેટલી પ્રજાતિઓ છે અને નવેમ્બર આવતા ઘણા પ્રવાસીઓ આ પક્ષી જેમ કે પેલીકન, ગીધ, બાજ, બ્લૂ ટેલ્ડ બી ઇટર અને ગાર્ગેની અહીં આવે છે. જે જોવાનું ખૂબ જ ગમે છે.

કચ્છનું રણ – ગુજરાત

શિયાળામાં કચ્છના રણની સફર રેતી ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ દર નવેમ્બરના મહિનામાં રણ ઉત્સવ પણ ઉજ્વવામાં આવે છે. જેને જોવા માટે દેશ વિદેશથી અનેક લોકો આવે છે. આ સમયે તેની સુંદરતા કઈક અલગ જ જોવા મળે છે.

ગોવા

દર વર્ષે ગોવામાં એશિયાનું સૌથી મોટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં પ્રસિધ્ધ કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને આલોચકોની મેજબાની સાથે દુનિયાભરની ફિલ્મો જોવા મળે છે. નવેંબરના આ મહિનામાં ગોવાનું વાતાવરણ પણ ખૂબ જ સારું રહે છે.

અમૃતસર – પંજાબ

અમૃતસરમાં ગુરુ પર્વના તહેવારને ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. એવામાં અહીના ફેમસ સ્વર્ણ મંદિરને ખૂબ જ સરસ સજાવવામાં આવે છે. એવામાં આ શહેરની સુંદરતા ખૂબ જ વધી જાય છે. ગુરુ પર્વના અવસર પર અહીં અલગ અલગ જ્ગ્યા પર લંગરનું પણ આયોજન કરવામાં આવે છે. તેની સાથે જ કીર્તન અને કથા પણ હોય છે.

શિલૉન્ગ- મેઘાલય

અહીં દર વર્ષે નવેમ્બરમાં શિલૉન્ગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન થાય છે. અહીં પરફોર્મ કરવા માટે મોટા મોટા આર્ટિસ્ટ આવે છે. જો તમે પણ અહીના કલ્ચર, ભોજન, આર્ટ અને મ્યુઝિક વિષે જાણવામાં રસ ધરાવો છો. તો આ સમય બિલકુલ પરફેકટ છે.  

Tags:    

Similar News