ચોમાસાના ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવાની મજા માણવી છે? તો ગુજરાતનાં આ સુપર્બ સ્થળની ચોક્કસ મુલાકાત લેજો.

અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું શાંત થશે પછી ચોમાસુ બેસી જશે

Update: 2023-06-12 07:01 GMT

અત્યારે તો ગુજરાત પર વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું શાંત થશે પછી ચોમાસુ બેસી જશે અને આ ચોમાસામાં તમને જો આહ્લાદક અને નયનરમણીય સ્થળો પર ફરવા જવાનું મન થતું હોય તો અમે તમારા માટે એકદમ બેસ્ટ એક જ્ગ્યા લઈને આવ્યા છીએ.

અમે જે જ્ગ્યા વિષે વાત કરી રહયા છીએ તે છે પોળોનું જંગલ પોળોએ ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે હરણાવ નદી કિનારે આવેલું છે. આ જગ્યાએ ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન મંદિરો અને શિવ મંદિરો મળી આવે છે. પોળોના નામની વાત કરીએ તો તે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ મારવાડી ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રવેશદ્વાર.

પોળોનું જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિલોમીટર દૂર અને અમદાવાદથી 150 કિલોમીટર દૂર છે. અહીં રાષ્ટ્રીય રાજમાર્ગ 8 દ્વારા પહોચી શકાય છે. અહીં જાહેર પરિવહન ઉપલબ્ધ છે. જોકે આ માટે પહેલેથી તપાસ કરીને જવું. જંગલની બરાબર વચ્ચે થઈને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને બીજા નાના નાના આડબંધો બાંધવામાં આવેલા છે.

જોવાલાયક સ્થળો

આ સાથે તમને અભાપુરનું શક્તિમંદર, કલાત્મક છત્રીઓ, શરણેશ્વર મહાદેવ, રક્ત ચામુંડા, લાખેણાના દેરા, સદેવંત સાવળિંગાના દેરા જેવા સ્થળો જોવા મળશે. ગુજરાત સરકાર દવારા પોળો ફેસ્ટિવલનું પણ આયોજન થાય છે.

થોડા સમય પહેલાની વાત કરીએ તો આ જગ્યાએ પર્યટકોમાં એટલી બધી પ્રચલિત નહતી પરંતુ તેની સુંદરતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરનારા કેટલાક લોકોના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં મુલાકાતીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. 

Tags:    

Similar News