અમેરિકા : હેલિકોપ્ટર દુર્ઘટનામાં એનબીએના સુપરસ્ટાર કોબી બ્રાયન અને તેમની દીકરી ગિયાનાનું નીપજયું મોત

Update: 2020-01-27 04:40 GMT

અમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી

બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે.

બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે

તેમની 13 વર્ષની દીકરી ગિયાના

અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હેલિકોપ્ટરમાં જ હતા.

યુએસ પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવતા ધડાકાભેર નીચે પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે. કોબી

બ્રાયને બાસ્કેટબોલના ખેલાડી તરીકે તેના કેરિયરના 20 વર્ષ લોસ એન્જલસ લેકર્સ ટીમ સાથે પસાર કર્યા હતા. આ દરમિયાન તેમણે

ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી હતી. બ્રયાને અમેરિકન

ટીમને ઓલિમ્પિકમાં બે વાર ચેમ્પિયન બનાવી હતી.

Tags:    

Similar News