ઉત્તર પ્રદેશ : ગૌહત્યા વટહુકમને યોગી કેબિનેટની મંજૂરી, ગૌહત્યા માટે દસ વર્ષની સજા

Update: 2020-06-10 03:48 GMT

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિવારણ વટહુકમ-2020 પસાર કરવામાં આવ્યો હતું. આ વટહુકમ મુજબ હવે ગૌ વંશને નુકસાન પહોંચાડવાના કેસમાં 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ જેવા કૃષિ પ્રધાન રાજ્ય માટે ગૌવંશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં રાજ્ય સરકારે એમ પણ જણાવ્યું કે, શ્વેતક્રાંતિના સપનાને સાકાર કરવા અને કૃષિ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગૌહત્યા નિવારણ (સુધારણા) વટહુકમ-2020 લાવવામાં આવ્યો છે. જેથી રાજ્યમાંથી સારી પ્રજાતીની ગાયનું સ્થળાંતર અટકાવી શકાય.

Tags:    

Similar News