"આતુરતાનો અંત" આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનની થશે એન્ટ્રી, રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે

Update: 2021-01-11 17:02 GMT

ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે.

ગ્રીન કોરિડોર કરી વેક્સિન ગાંધીનગર લઈ જવાશે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેક્સિનને લઈ જવામાં આવશે. ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે. ગાંધીનગરમાં તૈયાર કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટર ખાતેથી રાજ્યમાં નક્કી કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો પર વેક્સિન પહોંચાડવામાં આવશે.     

Tags:    

Similar News