વડોદરાઃ ટ્રાફિક પોલીસે 'લવરાત્રી' ફિલ્મના એક્ટરને ફટકાર્યો 100 રૂપિયાનો દંડ

Update: 2018-08-14 06:03 GMT

ફિલ્મનાં એક્ટરે હેલ્મેટ વગર એક્ટિવા ચલાવતાં હોટલ ઉપર જઈને પોલીસે દંડ વસૂલ્યો હતો

સલમાન ખાન પ્રોડક્શન અને અભિરાજ મીનાવાળા દિગ્દર્શિત બૉલીવુડ ફિલ્મ 'લવરાત્રી'ના અભિનેતા આયુષ શર્મા અને અભિનેત્રી વારીના હુસૈને ગઇકાલે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. બાદમાં સાંજે વડોદરામાં તેમણે રોડ શો પણ કર્યો હતો. રોડ શો દરમિયાન આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર જ એક્ટિવા ચલાવી હતી. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી વડોદરા ટ્રાફિક પોલીસે રાત્રે 11 વાગ્યે હોટલ પર જઇને એક્ટર આયુષ શર્માને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

લવરાત્રી ફિલ્મનું શૂટિંગ વડોદરા ખાતે આવેલા અલગ-અલગ લોકેશન પર કરવામાં આવ્યું હતું. ત્યારે 'લવરાત્રી' ફિલ્મના સ્ટાર કાસ્ટ આયુષ શર્મા અને વારીના હુસૈન છોગાળા સોંગ લોન્ચ કરવા માટે બે દિવસ માટે વડોદરા શહેરના મહેમાન બન્યાં છે.

ગઇકાલે સોમવારે ફિલ્મના એક્ટર આયુષ શર્મા અને એક્ટ્રેસ વારીના હુસૈને એક્ટિવા પર રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન ફિલ્મના એક્ટર આયુષ શર્માએ હેલ્મેટ પહેર્યા વગર જ એક્ટિવા ચલાવી હતી. તેની પાછળ એક્ટ્રેસ વારીના હુસૈન પણ બેઠી હતી. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. વડોદરા ટ્રાફિક પોલીસે આ વીડિયોને લઈને રાત્રે 11 વાગ્યે હોટલ પર પહોંચીને ફિલ્મના એક્ટર આયુષ શર્માને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વડોદરા ટ્રાફિક બ્રિગેડના એસીપી અમિતા પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલે શોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં લવરાત્રી ફિલ્મનો એક્ટર આયુષ શર્મા હેલ્મેટ પહેર્યા વગર જ એક્ટિવા ચલાવતો જોવા મળ્યો હતો. આ વીડિયોને આધારે રાત્રે 11 વાગ્યે આયુષ શર્મા જે હોટલ પર જઇને મેમો અપાયો હતો.

Similar News