વડોદરા : નિમેટા ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ માટે કોંગ્રેસે કરી માંગ

Update: 2020-03-07 11:21 GMT

સંસ્કારી નગરી વડોદરાના વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી દુષિત આવી રહયું છે ત્યારે નિમેટા ખાતે આવેલાં ફીલ્ટ્રેશન પ્લાન્ટની વ્યવસ્થિત સફાઇની માંગ કોંગ્રેસના સભ્યોએ કરી છે.

વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દુષિત આવી રહયું છે. આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં નળ ખોલતાની સાથે પીળા રંગનું પાણી આવતાં લોકોમાં રોષ જોવા મળી રહયો છે. આ પાણી પીવા કે ઘરવપરાશ માટે પણ ઉપયોગમાં લઇ શકાતું નથી. વડોદરામાં વકરી રહેલી પાણીની સમસ્યા સંદર્ભમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નિમેટા ખાતેના ફિલ્ટરેશન પ્લાન્ટની યોગ્ય રીતે સફાઇ થતી ન હોવાના કારણે શહેરીજનોને દુષિત અને પીળા કલરનું પાણી પીવાની ફરજ પડી રહી હોવાની ફરિયાદ આગેવાનો તથા કાઉન્સીલરોએ કરી હતી. નિમેટા ખાતેના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ અને મેઇન્ટેનન્સ કરતા ઇજારદારને તત્કાલિક દૂર કરી, નવા ઇજારદારને કામ સોંપવામાં આવે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ ન કરનાર હાલના ઇજારદારનું બિલ અટકાવવા માંગણી કરવામાં આવી હતી.

Similar News