વડોદરાઃ દેશી બનાવટની પિસ્તોલ સાથે બિચ્છુ ગેંગનો સાગરિત ઝડપાયો

Update: 2018-11-26 12:16 GMT

SOGનાં હાથે ઝડપાયેલા આ શખ્સની વિરૂધ્ધમાં અનેક ગુના નોંધાયેલા છે, એક વર્ષ માટે તડીપાર થઈ ચૂક્યો છે

દેશી બનાવટની પીસ્તોલ (માઉઝર) સાથે બિચ્છુ ગેંગનો સાગરીત વડોદરા શહેર એસ.ઓ.જી.નાં હાથે ઝડપાઈ ગયો હતો. એસઓજીએ ઝડપી પાડેલા આરોપી ફૈજલખાન ઉર્ફે લાલા ચિલ્લર હેદરખાન પઠાણ રહે. બાવામાનપુરા, નુરાની મસ્જીદ પાસે, પાણીગેટ પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ જેની કિંમત રૂપિયા 2૦,૦૦૦ નો મુદામાલ કબ્જે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વડોદરા શહેર એસઓજીને મળેલી બાદમીનાં આધારે પાણીગેટ ભોઇવાડા નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો યુવાન ફૈજલખાન ઉર્ફે લાલા ચિલ્લર પઠાણ આવી પહોંચતાં તેની તલાશી લીધી હતી. ફૈજલખાન ઉર્ફે લાલા ચિલ્લર હેદરખાન પઠાણ પાસેથી એક દેશી હાથબનાવટની પીસ્તોલ (માઉઝર) કિંમત રૂપિયા 2૦,૦૦૦ નું હથિયાર લાયસન્સ વગરનું મળી આવ્યું હતું. જેની તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.

ઝઢપાયેલા આરોપીની પ્રાથમિક પુછપરછમાં આ પિસ્તોલ તેના બનેવી અસ્ફાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ રહે.યાકુતપુરા,વડોદરાવાળાએ છ-સાત માસ અગાઉ આપેલ હોવાની હકીકત જણાવી હતી. જે બિચ્છુંગેંગનો સાગરીત છે. તેના વિરુધ્ધમાં ભુતકાળમાં આશરે વીસેક જેટલાં ગુનાઓ નોંધાયેલા છે. જે છેલ્લા પાંચેક માસથી ખુનની કોશીષના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. પોલીસે બન્ને વિરૂધ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસોજીનાં હાથે ઝડપાયેલો આરોપી ફૈજલખાન વિરુધ્ધમાં આ અગાઉ પાણીગેટ પોલીસ મથકમાં મારામારી તેમજ રાયોટીંગના કુલ-પ ગુનાઓ નોંધાયેલ છે. વર્ષ ર૦૧૬માં તેને વર્ષ-૧ માટે વડોદરા શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ફાયર આર્મ્સ સાથે તેની એસ.ઓ.જી. દ્વારા ધરપકડ કરવામાં આવી. જે સંદર્ભે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Tags:    

Similar News