વડોદરા : પંડયા બ્રધર્સના પિતા હિમાંશુ પડયાનું હાર્ટએટેકથી મોત, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Update: 2021-01-16 10:38 GMT

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા કૃણાલ પંડયાના પિતા હિમાંશુ પંડયાનું શનિવારના રોજ હદયરોગના હુમલાના કારણે મોત થયું છે. પિતાના નિધનના સમાચાર બાદ બંને ભાઇઓ તેમના ભાયલી રોડ પર આવેલાં નિવાસે પહોંચ્યાં છે. ઘટના બાદ ક્રિકેટ જગતમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે.

હિમાંશુ પંડ્યાના નિધનના સમાચાર મળ્યા બાદથી પંડ્યા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહયો છે. હિમાંશુ પંડયાને હદયરોગનો હુમલો આવતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં પણ રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપેર કિરણ મોરે પણ પંડયા પરિવારને સાંત્વના આપવા પહોંચ્યાં હતાં. કૃણાલ પંડયાએ પિતાના નિધન બાદ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બરોડાની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સમાચાર મળતાની સાથે જ તેણે બાયો બબલમાંથી બહાર નીકળી ગયો. હવે તે આ ટૂર્નામેન્ટમાં વડોદરાની ટીમ તરફથી રમી શકશે નહીં. તે ટીમ માટે અત્યાર સુધી ચાર મેચ રમ્યો છે. જેમાં તેણે પ્રથમ મેચમાં ઉત્તરાખંડ સામે રમતી વખતે ચાર વિકેટ ઝડપી છે. ક્રુનાલે પણ 76 રનની ઝડપી ઇનિંગ રમી હતી.

બીજી તરફ હાર્દિક પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો નથી, તે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સાથેની શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. હાલ બંને ભાઇઓ વડોદરા ખાતે આવેલાં તેમના નિવાસ સ્થાને પહોંચી ચુકયાં છે. ભારતીય ટીમના પુર્વ ક્રિકેટર કીરણ મોરેએ હિમાંશુ પંડયા સાથેના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, તેઓ તેમના બંને પુત્રોના પ્રદર્શનથી બહુ ખુશ હતાં.

Tags:    

Similar News