વડોદરા : મનપાની શિક્ષણ સમિતિની આઠ બેઠકો પર ભાજપનો વિજય, 12માંથી 4 બેઠક બિનહરીફ

વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શિક્ષણ સમિતિની 12 બેઠકોમાંથી અગાઉ 4 બેઠકો બિનહરીફ થતાં 8 બેઠકો માટે ચુંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.

Update: 2021-08-06 15:07 GMT

વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શિક્ષણ સમિતિની 12 બેઠકોમાંથી અગાઉ 4 બેઠકો બિનહરીફ થતાં 8 બેઠકો માટે ચુંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શુક્રવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને એક પણ બેઠક નહી મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ મુક્ત બની ગઇ છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠક માટે આજે પાલિકાના સભાગૃહમાં ચૂંટણી યોજાઇ હતી. પાલિકાની ચૂંટણીમાં 76માંથી કોંગ્રેસને 7 જ બેઠકો મળી હતી. શિક્ષણ સમિતિમાં 15 સભ્ય હોય છે. જેમાંથી ત્રણ સરકાર નિયુક્ત હોય છે. જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠક માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જેથી 8 બેઠક માટે કોંગ્રેસના 1 અને ભાજપના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતાં. પાલિકાના સભાગૃહમાં આજે બપોરે 12:30 થી 3:30 વાગ્યા સુધી મતદાન યોજાયુ હતું. જેમાં પાલિકાના 76 કોર્પોરેટર મતદાર તરીકે મતદાન કર્યું હતું. મતદાન બાદ તુરંત જ મત ગણતરી કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં આજે યોજાયેલી ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

Tags:    

Similar News