વડોદરા: મોસાળુ લઈને જતા ટેમ્પાને નડ્યો અકસ્માત, ટેન્કર સાથે અકસ્માતમાં 2ના મોત, 25 ઘાયલ

ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી

Update: 2024-04-26 11:07 GMT

વડોદરા નજીક સર્જાયો અકસ્માત

ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત

મોસાળુ લઈને જઈ રહ્યો હતો ટેમ્પો

2 લોકોના મોતથી અરેરાટી

25 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર ટેમ્પો અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 25 લોકોને ઇજા પહોંચી હતી હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે 50 જેટલા કુટુંબીજનો ટેમ્પોમાં મોસાળુ લઈને જઈ રહ્યા હતા. દરમિયાન સાકરદા અને મોકસી ગામની વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા રોડ ઉપર મરણચીસો ગુંજી ઉઠી હતી.

આ અકસ્માતમાં 2થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 25 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.અકસ્માત સ્થળે રોડ ઉપર ઇજાગ્રસ્તો લોહીથી લથપથ થઈને પડ્યા હતા. જોકે, સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તોને તુરત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Tags:    

Similar News