વડોદરા : અંગત પળોમાં મશગુલ સગીર અને યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયાં

Update: 2021-07-24 08:47 GMT

વડોદરાના વરાસીયા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં રહેતો યુવાન અને એક સગીર સમલૈગિક સંબંધો બાંધવા માટે નવી બની રહેલી બિલ્ડીંગના ત્રીજા માળ ઉપર ગયાં હતાં. બંને અંગત પળોમાં મશગુલ બની ગયાં હતાં તે વેળા અચાનક દિવાલ તુટી પડતાં બંને નીચે પટકાયાં હતાં. સદનસીબે નીચે રેતીના ઢગલા હોવાથી બંનેને સામાન્ય ઇજા પહોંચી હતી.

વારસિયામાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ નીચે ગત રવિવારે 22 વર્ષનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરિવારજનોએ યુવકની પૂછપરછ કરતાં તેણે સગીર સાથે ઇમારતના ત્રીજા માળે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. સગીર અને યુવાન અંગત પળો માણવા માટે બિલ્ડીંગના ત્રીજા માળ પર ગયાં હતાં. બંને અંગત પળોમાં મશગુલ બની ગયાં હતાં અને દીવાલ પર ભાર આપતાની સાથે દિવાલ તુટી પડી હતી. દિવાલના ટેકા પર રહેલાં યુવાન અને સગીર બંને ત્રીજા માળેથી પટકાયા હતા.

જોકે નીચે રેતીના ઢગલાં હોવાથી બંનેને સામાન્ય ઇજા થઈ હતી.ત્યાર બાદ સગીર અને યુવકના પરિવારો વચ્ચે સમાધાન માટેની વાત થઈ હતી. જોકે સમાધાન પડી ભાંગતાં યુવકના પરિવારે વારસિયા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે યુવકના પરિવારની અરજી લઈ સગીર સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે 2 વર્ષથી સમલૈંગિક સંબંધ હોવાનું અને અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. નવા જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાશે.

Tags:    

Similar News