વડોદરા : મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મહત્વની ગણાતી NEET પરીક્ષા ચોરી કૌભાંડમાં સામેલ શખ્સની અટકાયત…

મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ વડોદરામાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Update: 2024-05-09 11:15 GMT

મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષામાં ચોરીનું કૌભાંડ વડોદરામાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે વડોદરાની રોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયની એસઓજી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

તાજેતરમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર તરફથી મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવતા મેડીકલ એન્ટ્રન્સ માટે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના કૌભાંડ સુધી મામલો પહોંચ્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કૌભાંડમાં વડોદરાની રોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયનો ચેટમાં ઉલ્લેખ હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે, ત્યારે આ મામલે વડોદરા એસઓજી પોલીસ દ્વારા પરશુરામ રોયની તેઓની ઓફિસેથી જ અટકાયત કરવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌકોઇની નજર રહેશે. જોકે, ફરિયાદ અનુસાર પરશુરામ રોય પાસેથી પરિક્ષાર્થી દિઠ રૂ. 10 લાખ લેવાના નક્કી કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News