વડોદરા : અમિત નગર બ્રિજનું ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક રંગરોગાન શરૂ, કલા અને સંસ્કૃતિનું સુંદર ચિત્રણ કરશે

અમિત નગર બ્રિજ ખાતે ૧૪ જેટલા ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કરનાર આર્ટિસ્ટો ત્રણ દિવસના સમયગાળામાં વડોદરાની કલા અને સંસ્કૃતિનું સુંદર ચિત્રણ પૂર્ણ કરશે.

Update: 2022-06-14 07:18 GMT

વડોદરા શહેરના અમિત નગર બ્રિજ ખાતે ૧૪ જેટલા ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કરનાર આર્ટિસ્ટો ત્રણ દિવસના સમયગાળામાં વડોદરાની કલા અને સંસ્કૃતિનું સુંદર ચિત્રણ પૂર્ણ કરશે.

વડોદરાની સંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે માટે વડોદરા મ્યુનિ કોર્પોરેશને અનોખો પ્રયાસ શરૂ કર્યો છે . જે અંતર્ગત શહેરના અનેક આર્ટિસ્ટો ભેગા મળીને અમિત નગર બ્રિજનું કલાત્મક રંગરોગાન કરી રહ્યા છે . જે અંતર્ગત પ્રથમ તબક્કે અમિત નગર બ્રિજનો ૩૦૦૦ સ્કવેર ફીટનો ભાગ કવર કરી રહ્યા છીએ . જે કાર્ય કરવાની જવાબદારી કેમી કનેક્ટ નામની સંસ્થાને આપવામાં આવી છે. જેમના માર્ગદર્શન હેઠળ આર્ટિસ્ટ અવિનાશ ગોંડલીયાના નેતૃત્વમાં ૧૪ જેટલા ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કરનાર આર્ટિસ્ટ કામ કરી રહ્યા છે ત્રણ દિવસના સમયગાળામાં કલાકારો વડોદરાની કલા અને સંસ્કૃતિનું સુંદર અને નયનરમ્ય ચિત્રણ પૂર્ણ કરશે.

Tags:    

Similar News