વડોદરા : બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેંચતા વેપારીઓ પર ગાંધીનગર CID ક્રાઇમની તરાપ...

જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વ્યાપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે.

Update: 2024-04-19 12:56 GMT

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં આવેલ મોબાઈલની અનેક દુકાનોમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફાફડાટ ફેલાયો હતો, તેમજ અનેકો દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા. ગાંધીનગરથી આવેલી CID ક્રાઇમની ટીમ દ્વારા 4થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વ્યાપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે, તેમજ કોપી રાઇટના ભંગના ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ગાંધીનગર CID ક્રાઇમ દ્વારા સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દામાલ છે, અને કેટલો માલ ડુપ્લીકેટ છે, તે જાહેર કરવામાં આવ્યું નથી.  

Tags:    

Similar News