વડોદરા : સસલાનો શિકાર કરી અજગર છુપાયો હતો સાંગાડોલ ગામના ખેતરમાં, જુઓ LIVE રેસક્યું..!

સાંગાડોલના ખેતરમાં મહાકાય અજગર ચઢી આવ્યો, વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટના સભ્યોએ કર્યું રેસક્યું.

Update: 2021-07-13 11:24 GMT

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામના એક ખેતરમાં મહાકાય અજગર ઘુસી આવ્યો હતો, ત્યારે વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત સાથે અજગરનું રેસક્યું કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામના રહેવાસી ફોન મારફતે વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરી હતી કે, બપોરના સમયે તેમના ખેતરમાં એક મહાકાય અજગર આવી ચઢ્યો છે, ત્યારે ફોન પર માહિતી મળતાની સાથે જ વાઇલ્ડ લાઇફ રેસક્યું ટ્રસ્ટના સભ્ય યુવરાજસિંહ રાજપુત અને સંતોષ રાવળ સહિત વાઘોડિયા વન વિભાગના અધિકારીઓ સાંગાડોલ ગામે દોડી આવ્યા હતા, ત્યારે ખેતરમાં સૂકા ઘાસમાં છુપાયેલા લગભગ 6 ફૂટથી વધુ લાંબા અજગરને રેસક્યું કરી અડધો કલાકની ભારે જહેમત બાદ પકડી લેવામાં આવ્યો હતો.

જોકે, પહેલી નજરે જોતા જ આ અજગરે સસલાનો શિકાર કર્યો હોવાથી તે સૂકા ઘાસમાં છુપાઈ ગયો હોવાનું રેસક્યું ટીમના સભ્યોએ જણાવ્યુ હતું, ત્યારે વાઘોડિયા વન વિભાગ સોપવામાં આવેલા આ મહાકાય અજગરને સહી સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો હતો.

Tags:    

Similar News