વાલિયાના કોંઢ ગામે હાર્ડવેરની દુકાનમાં ચોરી

Update: 2018-09-18 08:58 GMT

હાર્ડવેરની દુકાનમાંથી રૂપિયા ૬૦ હજાર રોકડા તેમજ કોમ્યુટર ડિસ્પ્લેની થઈ ચોરી

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર કોંઢ ગામે આવેલ એક શઓપીંગને તરકરોએ નિશાન બનાવી બે દુકાનોના શટર તોડયા હતા. જેમાં એક હાર્ડવેરની દુકાન માંથી તસ્કરોએ રૂપિયા ૬૦,૦૦૦/- રોકડા અને કોમ્પ્યુટર ડિસ્પ્લેની ચોરી કરવામાં સફળતા મળી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંઅક્લેશ્વર-વાલિયા રોડ ઉપર કોંઢ ગામની નજીક આવેલ જય ભારત વુડ ઇન્ડસ્ટ્રીઝ નામની હાર્ડવેરની દુકાનને તરકરોએ નિશાન બનાવી બે દુકાનનોના શટર તોડી ગલામાં રહેલ રૂપિયા ૬૦,૦૦૦/ રોઅક્ડા તેમજ કોમ્પ્યુટરના મોનીટરની ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા શોપીંગના દુકાનદારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. પોતે ચોરી કરતા જાહેર ના થાય તેની સાવધાની રૂપે ચોરીની આ ઘટનામાં તસ્કરો દ્વારા શોપીંગમાં જ આવેલ બેંક ઓફ બરોડાના એ.ટી.એમ પર મુકાયેલા સી.સી.ટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા. પરંતુ હારડવેરની દુકાનમાં લાગેલા સી.સીટી.વી કેમેરામાં ચોરીને અંજામ આપતા ચાર તસ્કરો કેદ થઇ જવા પામ્યા હતા.

સમગ્ર ઘટના અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે સી.સી.ટી.વીના ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Similar News