વલસાડ : થર્ટી ફર્સ્ટની ઉજવણી પડી ભારે, 1,560 નશેબાજોએ ખાધી જેલની હવા

Update: 2021-01-01 10:23 GMT

Full View

સંઘ પ્રદેશ દમણ અને મહારાષ્ટ્રને અડીને આવેલાં વલસાડ જિલ્લા પોલીસ 31મી ડિસેમ્બરના રોજ સતત દોડતી રહી હતી. જિલ્લાની વિવિધ પોલીસ સ્ટેશનો મળી કુલ 1,500 કરતાં વધારે દારૂડીયાઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.

વલસાડ જિલ્લામાં પોલીસે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા દમણ અથવા મહારાષ્ટ્ર તરફ ગયેલાં નશેબાજોને ઝડપી પાડવા આખી રાત દોડતી રહી હતી. જિલ્લાની 18 ચેકપોસ્ટ ઉપર 50 બ્રેથ એનેલાઇઝર મશીન સાથે પોલીસ ટીમો ખડકી દેવામાં આવી હતી. કુલ 1,560 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યાં હતાં. વલસાડ શહેરમાંથી 143, ગ્રામ્યમાંથી 82, ડુંગરી પોલીસ સ્ટેશનમાં 66, પારડીમાં 274, ધરમપુરમાં 54, કપરાડામાં 45, નાનાપોન્ધામાં 50, વાપી જીઆઇડીસીમાં 159, વાપી શહેરમાંથી 258, ભીલાડમાંથી 108 અને ઉમરગામમાં 93 જેટલા પ્રોહિબીશનના કેસ નોંધવામાં આવ્યાં છે. નશેબાજોને રાખવા માટે મેરેજ હોલ ભાડે રાખવાની પોલીસની ફરજ પડી હતી. ઝડપાયેલાં તમામ આરોપીઓના મેડીકલ તથા કોવીડના ટેસ્ટ કરી તેમને જામીન પર મુકત કરાયાં હતાં.

Tags:    

Similar News