કેન્યામાં ટ્રકે મુસાફરોથી ભરેલી મીની બસને ટક્કર મારી, રાહદારીઓને કચડી નાખ્યા, અકસ્માતમાં 48ના મોત, 30 ઘાયલ

કેન્યાના લોન્ડિયાનીમાં શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા હતા.

Update: 2023-07-01 06:50 GMT

કેન્યાના લોન્ડિયાનીમાં શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા હતા. શિપિંગ કન્ટેનરને લઈ જતી ટ્રક રોડ પરથી નીચે ઉતરી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પહેલા બસ સ્ટોપ પર મીની બસને ટક્કર મારી અને પછી રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માત કેન્યાની રાજધાની નૈરોબીથી 200 કિમી દૂર થયો હતો.

સ્થાનિક પોલીસ કમાન્ડર જેફ્રી માયેકે જણાવ્યું હતું કે કેરીચો અને નાકુરુ શહેર વચ્ચેના હાઈવે પર આ અકસ્માત થયો હતો. 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોની સંખ્યા વધુ હોઈ શકે છે. મૃત્યુઆંક વધી શકે છે. નજરેજોનારે જણાવ્યું કે તેઓએ એક ઝડપી ટ્રકને હાઈવે પરથી નીચે ઉતરતી જોઈ હતી. ટ્રકે અનેક વાહનોને ટક્કર માર્યા બાદ રાહદારીઓને કચડી નાંખ્યા હતા. કેરીચોના ગવર્નર એરિક મુટાઈએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેણે ફેસબુક પર લખ્યું, હું ખુબ દુખી છું. કેરીચોના લોકો માટે તે અંધકારભરી ક્ષણ છે. હું એવા પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે હમણાં જ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.

Tags:    

Similar News