અફઘાનિસ્તાન: કાબુલના વિદેશ મંત્રાલયની બહાર થયો બોમ્બ-બ્લાસ્ટ, 6 લોકોના મોત

હુમલામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના 4 ઘાયલોના હોસ્પિટલમાં મોત થયા હતા. 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે

Update: 2023-03-28 07:10 GMT

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા વિદેશ મંત્રાલયની બહાર સોમવારે બોમ્બ-બ્લાસ્ટ થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. કાબુલ તંત્રના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

જો આ આત્મઘાતી હુમલો છે તો હુમલાખોર હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે પહોંચ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિદાયીન હુમલાખોરે મંત્રાલયની અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓ જ્યાં બેસે છે ત્યાં તે પહોંચવા માંગતો હતો. જો કે, જ્યારે તે આ પ્રયાસમાં નિષ્ફળ ગયો, ત્યારે તેણે પોતાની જાતને ઉડાવી આત્મઘાતી હુમલો કરી દીધો હતો. હુમલામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના 4 ઘાયલોના હોસ્પિટલમાં મોત થયા હતા. 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને ઈટલીના એક NGOની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Tags:    

Similar News