તોશાખાના અને સિફર બાદ હવે ઈમરાન ખાનને આ કેસમાં મોટો ઝટકો, પત્ની સાથે 7 વર્ષની જેલ..!

આ અઠવાડિયે વિવાદમાં ફસાયેલા 71 વર્ષીય ઈમરાન ખાન વિરુદ્ધ આ ત્રીજો ચુકાદો હતો અને તેમને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી હતી.

Update: 2024-02-03 12:33 GMT

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી ખાનને મોટો આંચકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાન અને બુશરા બીબીને બિન-ઈસ્લામિક લગ્નના કેસમાં સાત વર્ષની જેલની સજા ફટકારી છે અને દંડ પણ ફટકાર્યો છે.

આ અઠવાડિયે વિવાદમાં ફસાયેલા 71 વર્ષીય ઈમરાન ખાન વિરુદ્ધ આ ત્રીજો ચુકાદો હતો અને તેમને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી હતી. જેલમાં બંધ ઈમરાન ખાનને તાજેતરમાં ગુપ્તતાના ભંગ બદલ 10 વર્ષની અને તેની પત્ની સાથે તોશાખાના કેસમાં 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે.તોશાખાના અને સિફર બાદ હવે ઈમરાન ખાનને આ કેસમાં મોટો આંચકો લાગ્યો છે, પત્ની સહિત સાત વર્ષની જેલ થઈ છે.

અહેવાલો અનુસાર, ઈમરાન ખાન અને તેની પત્ની બુશરાને રૂ. 5 લાખ ($1,800)નો દંડ ફટકારવામાં આવ્યો છે. બુશરા પર ઈમરાન ખાન સાથે લગ્ન કર્યા બાદ તેના પૂર્વ પતિને તલાક આપવા અને 'ઈદ્દત' પૂરી ન કરવાનો આરોપ હતો.  ઇદ્દત હેઠળ, સ્ત્રી ચોક્કસ સમયગાળા માટે ફરીથી લગ્ન કરી શકતી નથી.

Tags:    

Similar News