અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના સ્થાનો પર કર્યો મોટો હુમલો

Update: 2024-02-25 16:01 GMT

અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના સ્થાનો પર મોટો હુમલો કર્યો છે. બંને દેશોની સેનાઓએ રાજધાની સનાની આસપાસ હૂતીઓની 18 જગ્યાઓને નિશાન બનાવી છે. અને આ હુમલાને ઓસ્ટ્રેલિયા, બહેરીન, ડેનમાર્ક, કેનેડા, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

એક સંયુક્ત નિવેદનમાં, પેન્ટાગોને જણાવ્યું હતું કે, "ખાસ કરીને હૂતીની ભૂગર્ભ શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ, મિસાઈલ સંગ્રહ સુવિધાઓ, માનવરહિત હવાઈ પ્રણાલી, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રડાર સહીત 8 સ્થળોએ હૂતી વિદ્રોહીઓના 18 લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાનો ઉદેશ્ય વૈશ્વિક વેપાર, નૌકાદળના જહાજો અને નિર્દોષ નાવિકોના જીવનને જોખમમાં મૂકવા માટે હૂતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ક્ષમતાઓને ખલેલ પહોંચાડવાનો હતો."

Tags:    

Similar News