વધુ એક ગુજરાતીનું વિદેશમાં “મોત” : અભ્યાસ અર્થે કેનેડા ગયેલ પાલનપુર Dy.SPના પુત્રનો ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો..!

હાલ પાલનપુરમાં ફરજ બજાવતા DySP રમેશ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા ગાંધીનગર ખાતે ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો

Update: 2023-05-13 12:32 GMT

ભાવનગર જિલ્લાના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર Dy.SP તરીકે ફરજ બજાવતા રમેશ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા કેનેડા ખાતે અભ્યાસ કરવા માટે હતો હતો, ત્યારે આયુષ ડાંખરા ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

ભાવનગર જિલ્લાના સિદસર ગામના વતની અને હાલ પાલનપુરમાં ફરજ બજાવતા DySP રમેશ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા ગાંધીનગર ખાતે ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો. કેનેડામાં તેને આશરે સાડા ચાર વર્ષ થયા હશે. 6 મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પણ પૂર્ણ થવાની હતી. આયુષ 4-5 ગુજરાતી મિત્રો સાથે રહેતો હતો. આયુષ ગઈ 5 તારીખે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ દોઢ દિવસ સુધી ઘરે પાછો નહોતો ફર્યો, ત્યારે તેના મિત્રોએ પરિવાર તથા ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેના ગુમ થયા બાદ કેનેડા પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં ભણતા આયુષ ડાંખરાના પિતા રમેશ ડાંખરા પાલનપુર ખાતે DySPની ફરજ બજાવી રહ્યા છે.

મહત્વનું છે કે, હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રમેશ ડાંખરા વર્ષ 2001થી વર્ષ 2014 સુધી CM સિક્યૉરિટીમાં ફરજ બજાવતા હતા. જોકે, પુત્ર આયુષના ગુમ થાય બાદ CMO અને PMOની પણ આ બાબતે મદદ લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 20 દિવસ અગાઉ અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકનો પણ કેનેડામાં ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષ પટેલ પણ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો, જ્યારે આયુષ ડાંખરા પણ આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ હતો. આમ, એક જ યુનિવર્સિટીમાંથી કેનેડામાં વસતા 2 ગુજરાતીઓના મોતથી ભયનું વાતાવરણ ઊભું થયું છે.

Tags:    

Similar News