કોરોના હવે મહામારી નહીં, WHOએ કરી સત્તાવાર જાહેરાત

કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા

Update: 2023-05-05 15:01 GMT

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHO એ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે, કોવિડ હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી. અમે ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં આ અંગે નિર્ણય લીધો હતો. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, ગઈકાલે ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી છે. મને કોવિડ-19ને વિશ્વમાં વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સીના દાયરાની બહાર જાહેર કરવાની ભલામણ કરવામાં આવી. મેં તેમની સલાહ સ્વીકારી છે.

WHOએ કહ્યું કે, 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જોકે WHOએ સ્પષ્ટતા કરી છે કે, કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે. WHO અનુસાર જ્યારે કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા અને કોઈનું મૃત્યુ થયું ન હતું, પરંતુ ત્રણ વર્ષ પછી મૃત્યુઆંક વધીને 7 મિલિયન થયો હતો જે નોંધવામાં આવ્યો છે. અમને લાગે છે કે, આમાં લગભગ 2 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Tags:    

Similar News