અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જી તારાજી, 2000 લોકોના મોત, એક પછી 6 ઝટકાએ લીધા અનેક લોકોના જીવ.....

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Update: 2023-10-08 07:25 GMT

ગઈકાલે અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કલે પર તીવ્રતા પણ 6.3 નોંધાઈ હતી. ભૂકંપના કારણે ઘણી ઇમારતો અને દિવાલો જમીનમાં ધસી પડી. તાલિબાન પ્રવક્તા અનુસાર, આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. USGS મુજબ, ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. અહેવાલ અનુસાર 6.3 ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ ક્રમશ: 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. એક સ્થાનિકે કહ્યું કે નેટવર્ક કનેક્શન ઠપ થઇ ગયા છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂકંપને લીધે સેંકડો લોકોના મોતના અહેવાલ આવી શકે છે.

Tags:    

Similar News