દુબઈના શાસકને છૂટાછેડા પડ્યા મોંઘા, પૂર્વ પત્નીને ચૂકવવા પડશે 5500 કરોડ

દુબઈના વર્તમાન શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તેની પૂર્વ પત્ની હયા બિન્ત અલ હુસૈન સાથે છૂટાછેડા માટે સમાધાન કર્યું છે.

Update: 2021-12-22 07:29 GMT

દુબઈના વર્તમાન શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે તેની પૂર્વ પત્ની હયા બિન્ત અલ હુસૈન સાથે છૂટાછેડા માટે સમાધાન કર્યું છે.જોકે, શેખ મોહમ્મદ બિન રશીદને આ સમાધાનની ભારે કિંમત ચૂકવવી પડી હતી.

મંગળવારે લંડનની એક અદાલતે રાશિદ અલ મકતુમ અને તેની પૂર્વ પત્ની હયા બિંત અલ હુસૈનના છૂટાછેડાના કેસ પર પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે રાશિદ અલ મકતુમને બાળકોની કસ્ટડી માટે લગભગ 5,500 કરોડ રૂપિયા હયા બિંતને ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણયને હયા બિંતની જીત તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ આ UAE ના વડાપ્રધાન અને શાસક પણ છે. તેમના છૂટાછેડાના કેસ પર ચુકાદો આપતા લંડન હાઈકોર્ટના ન્યાયાધીશ ફિલિપ મૂરે જણાવ્યું હતું કે શેખ રાશિદને હયા અને તેના બે બાળકોના જીવને જોખમને ધ્યાનમાં રાખીને આ કિંમત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Tags:    

Similar News