બેરોજગાર યુવકનો "કીમિયો" : નોકરી મેળવવા યુવકે શહેરમાં લગાવ્યા હોર્ડિંગ્સ, 300 વખત થયો છે રિજેક્ટ..!

Update: 2021-09-04 06:42 GMT

વિશ્વભરમાં બેરોજગાર લોકો નોકરી મેળવવા માટે વોલ્ક ઇન ઇન્ટરવ્યુ સહિત મૌખિક તેમજ લેખિત પરીક્ષાઓ આપતા હોય છે, ત્યારે આયર્લેન્ડના એક યુવાને નોકરી માટે 300 જગ્યાએ અરજી આપી હતી. જોકે, તેમ છતાં પણ તેને નોકરી મળી ન હતી, ત્યારે આ યુવાને સમગ્ર સમગ્ર શહેરમાં પોતાને નોકરી જોઈએ છે તેવા તેની લાયકાત સાથેના હોર્ડિંગ્સ લગાવ્યા હતા.

ઉત્તરી આયર્લેન્ડનો 24 વર્ષીય ક્રિસ હાર્કિન વર્ષ 2019ના સપ્ટેમ્બરથી નોકરી શોધી રહ્યો હતો. પરંતુ તેને ક્યાય નોકરી ન મળી, ત્યારે તેણે નોકરી મેળવવા માટે અનોખો જુગાડ શોધી કાઢ્યો હતો. બેરોજગારીથી કંટાળીને આ યુવકે નોકરી માટે શહેરભરમાં પોતાના હોર્ડિંગ્સ (બિલબોર્ડ) લગાવી દીધા હતા. આ હોર્ડિંગ્સ માટે યુવકે 40 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં તેને પોતાના ફોટો સાથે લખ્યું છે કે, 'પ્લીઝ હાયર મી.' એટલે કે, મને નોકરી પર રાખો. આ બિલબોર્ડમાં ક્રિસે પોતાના વિશે 3 પોઈન્ટમાં કેટલીક જાણકારી પણ આપી છે.

જેમ કે, તે ગ્રેજ્યુએટ, અનુભવી અને સાથે જ કન્ટેન્ટ રાઈટર પણ છે. ક્રિસ હાર્કિને નોકરી મેળવવા માટે યુટ્યુબ ચેનલ પર વિડિયો બનાવવા વિશે પણ વિચાર્યું હતું. પરંતુ તેના કરતાં હોર્ડિંગ્સ લગાવવાનો આઈડિયા વધુ યોગ્ય લાગ્યો હતો. જોકે, શહેરભરમાં હોર્ડિંગ્સ લગાવ્યા છતાં તે હજી પણ બેરોજગાર છે.

Tags:    

Similar News