ઇન્ડોનેશિયાએ નવા કાયદાનું પાલન ન કરવા બદલ આ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ઈન્ડોનેશિયાએ શનિવારે પેમેન્ટ ફર્મ પેપાલ અને સર્ચ એન્જિન યાહૂ સહિત ગેમિંગ કંપની એપિક ગેમ્સના પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે.

Update: 2022-07-31 09:29 GMT

ઈન્ડોનેશિયાએ શનિવારે પેમેન્ટ ફર્મ પેપાલ અને સર્ચ એન્જિન યાહૂ સહિત ગેમિંગ કંપની એપિક ગેમ્સના પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે. આ દેશમાં નવા લાઇસન્સિંગ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત અહીં બિઝનેસ કરતી તમામ કંપનીઓને સરકારી ડેટાબેઝમાં રજીસ્ટર કરાવવાની હતી. તેની મુદત શુક્રવારે પૂરી થઈ ગઈ હતી.

નવેમ્બર 2020 માં જારી કરાયેલા નવા નિયમો એ પણ પ્રદાન કરે છે કે ટેક કંપનીઓએ 24 કલાકની અંદર ગેરકાયદેસર અથવા કાયદો અને વ્યવસ્થાને જોખમમાં મૂકતી સામગ્રી દૂર કરવી આવશ્યક છે. સરકાર આદેશ કરશે તો માત્ર 4 કલાકનો સમય આપવામાં આવશે. આશરે 270 મિલિયનની વસ્તી સાથે ઇન્ડોનેશિયામાં 1910 મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે.

બેટલનેટ (કોલ ઓફ ડ્યુટી ગેમ કંપની) સ્ટીમ, ડોટા2, કાઉન્ટર સ્ટ્રાઈક પણ અવરોધિત છે. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને એમેઝોન પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. પેપાલ બ્લોકને કારણે મોટી સંખ્યામાં યુઝર્સને પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શક્ય છે કે થોડા સમય માટે તેને અનબ્લોક કરવામાં આવશે.

Tags:    

Similar News